Knowledge Center

Knowledge  Center  માં વિવિધ વિષયોના મોડેલ્સ, ચાર્ટ્સ જેવા પ્રત્યક્ષ

નમૂનાઓનું સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થી વિષયોના

સિધ્ધાંતો,સૂત્રો,વ્યાકરણના નિયમોને  દ્રઢ કરી શકે.

પોટૅફોલિયો

ધોરણ 8 ના વિધાર્થીઓને શાળા છૂટ્યાના પ્રમાણપત્રની સાથે ધોરણ 1 થી 8

સુધીની અભ્યાસયાત્રા, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દર્શાવતા પોર્ટફોલિયોની સીડી

પણ આપવામાં આવે છે.

Online કવીઝ સ્પર્ધા - પરીક્ષા

વિધાર્થીઓમાં સામાન્યજ્ઞાન વિક્સે હેતુથી Online Exam કઈ રીતે આપી

શકાય ? સમયનું મહત્વ કેટલુ હોય છે ? તે જાણી શકાય હેતુથી Online

Exam સોફ્ટવેર દ્વારા જનરલ નોલેજ ચકાસવામાં આવે છે. કવીઝ સ્પર્ધાનું

આયોજ્ન પણ કરવામાં આવે છે.

કમ્પ્યુટર લેબ

ધોરણ 1 - 2 માટે તેમજ ધોરણ થી 8 ના વિધાર્થીઓ માટે જુદી જુદી કમ્પ્યુટર

લેબ દ્વારા વિધાર્થીઓની વયકક્ષાને અનુરૂપ પ્રોગ્રામો દ્વારા શિક્ષણકાર્ય

કરાવવામા આવે છે.

સ્વ મૂલ્યાક્ન પોથી

દરેક ધોરણના દરેક વિષયો માટે વધુ માહિતી મળી રહે અને વિધાર્થીઓને

મૂંઝવતા પુસ્તકના પ્રશ્ર્નોના સરળતાથી વિવિધ સ્વરૂપે પ્રશ્ર્નો મળી રહે

હેતુથી શાળાના શિક્ષકો દ્વારા સંદર્ભગ્રંથો તથા પુસ્તકને આધારે તૈયાર કરાયેલ

તેમજ વિધાર્થીઓએ તૈયાર કરેલ મુખપૃષ્ઠવાળી સ્વમૂલ્યાંકન પોથી તેમજ

ક્મ્પ્યુટર બુક આપવામાં આવે છે.

તબીબી તપાસ

ધોરણ 1 થી 8 ના દરેક વિધાર્થીઓની દર વર્ષે તબીબી તપાસ કરી જરૂરિયાત

મુજબ સારવાર પણ આપવામાં આવે છે.

 

વધારાના વર્ગો

અભ્યાસમાં નબળા પડતા વિધાર્થીઓ વાલીઓ સાથે વ્યકિતગ્ત મુલાકાત કરી

જરૂર પડ્યે વધારાના વર્ગોનું આયોજન પણ કરવામાં આવે છે. વિધાર્થીઓમાં

પરિણામ ગુણવત્તા સુધારા માટેના ઉચ્ચ પ્રયત્નો થતા રહે છે.