Virtual Science Laboratories

રસાયણવિજ્ઞાન પ્રયોગશાળા તમામ પ્રકારના જરૂરી  રસાયણો તથા પ્રત્યેક વિદ્યાર્થીઓ વ્યકિતગત રીતે સંતોષકારક પ્રયોગ કરી શકે તેવા સાધનોથી સુસજ્જ છે. રસાયણવિજ્ઞાનના પ્રયોગો મલ્ટીમિડિયા દ્વારા થાય એ આ શાળાની આગવી વિશિષ્ટતા છે.

       ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા પણ આધુનિક સાધનો અને મલ્ટીમિડિયાથી સુસજ્જ છે. તથા પ્રયોગશાળામાંજ પ્રોજેક્ટ કાર્ય પણ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ પણ ખુબ આનંદથી  અને રસપૂર્વક ભાગ લે છે.

       જીવવિજ્ઞાનની પ્રયોગશાળા નામ મુજબ જ જીવંત છે.જેમાં નાનકડું મ્યુઝિયમ અને નમુનાઓ એ આકર્ષણનું કેંન્દ્ર છે. પ્રયોગોમાં પાવર પોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા મલ્ટીમિડિયાનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવે છે.

આમ સાચેજ ત્રણેય પ્રયોગશાળા આભાસી છે.

CC TV Camera

શાળામાં વર્ગખંડોમાં, લોબીમાં તથા મેદાનમાં દરવાજા તરફની આવન જાવન દેખરેખ રાખી શકાય તે માટે CC TV Camera ગોઠવવામાં આવ્યા છે. વર્ગખંડના શિક્ષણ કાર્યને ખલેલ પહોચાડયા વગર વર્ગખંડની અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની સાચી વાસ્તવિક્તા જાણી શકાય છે.  

E- Classroom -Digital / Interactive Board

સમયની માંગને સમજીને ટ્રસ્ટે ખૂબ ઝડપથી ઈ-સ્કૂલ પ્રોજેક્ટનું શાળામાં અમલીકરણ શરૂ કર્યુ. દરેક વર્ગ કમ્પ્યુટર સીસ્ટમ, LCD પ્રોજેક્ટર,સ્ક્રીન દ્વારા સુસજ્જ કરાયા છે. દરેક વર્ગ શાળાના સર્વર સાથે  CAT-6 કેબલ દ્વારા LAN માં જોડાયેલા છે. શાળાના બંને મકાનમાં ૧૫ ઈન્ટરએકટિવ બોર્ડ વર્ગોમાં લગાવવામાં આવ્યા છે. ઈન્ટરએકટિવ બોર્ડ એ શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે ફાયદાકારક નીવડ્યું છે. શિક્ષક દશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી સમયની બચત સાથે અસરકારક શિક્ષણ આપી શકે છે અને વિદ્યાર્થી પણ રસદાયક શિક્ષણ મેળવી શકે છે.અભ્યાસક્રમ સિવાય જુદી જુદી માહિતી પણ મેળવી શકે છે અને ઇન્ટરનેટ દ્વારા દુનિયામાં બનતી ઘટનાઓથી માહિતગાર થાય છે.

 ધોરણ-૧૧ માં જીવવિજ્ઞાનનું સોફટવેર કાર્યરત છે. ધોરણ-૧૨ માં જીવવિજ્ઞાન,રસાયણવિજ્ઞાન,ભૌતિકવિજ્ઞાન નું સોફટવેર કાર્યરત છે.

School Playground

‘તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં જ રહેતું હોય છે.’એ કહેવતને યથાર્થ ઠેરવે તેવું શાળાનું મેદાન શાળા પાસે છે.જ્યાં વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો શીખવાય છે.જિલ્લા ક્ક્ષા,તાલુકા કક્ષા અને આંતર શાળા રમતોમાં જુદી જુદી રમતોમાં વિદ્યાર્થી ભાગ લે છે.અને જીત મેળવે છે,તે માટેની તમામ તાલીમ મેદાન ઉપર અપાય છે.શાળામાં ૧૫ મી ઓગસ્ટ ,૨૬ મી જાન્યુઆરી,ઈનામ-વિતરણ,વિદાય-સમારંભ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે.આમ,બાળકોનાં સર્વાંગી વિકાસમાં શાળાનું મેદાન અગત્યનો ભાગ ભજવે છે.

Research Room

શાળા પાસે એક વિશિષ્ટ રીસર્ચ રુમ છે.જેમાં ૫ કમ્પ્યુટર છે.જેનો ઉપયોગ શાળા શિક્ષક, વિદ્યાર્થી અને વાલી પણ કરે છે.અહીં ઈન્ટરનેટની સુવિધા હોવાને કારણે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ વર્ક માટે,કારર્કિર્દીને લગતી માહિતી મેળવવા માટે તેનો મહત્તમ ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓને પણ અહીં કમ્પ્યુટર શિક્ષકો માર્ગદર્શન આપે છે. ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ MCQ online software નો ઉપયોગ કરી GUJCET,AIEEE,IIT –JEE જેવી પરીક્ષાની તૈયારી કરી શકે છે.

RO Water Plant

શાળામાં વિદ્યાર્થીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે RO Water Plant ની વ્યવસ્થા છે.

Digital Language Lab

શાળા પાસે આધુનિક સુસજ્જ લેન્ગવેજ લેબ છે જેમાં ૧૦૦ કરતાં વધારે કમ્પ્યુટર છે અને તેમાં અત્યંત આધુનિક સોફટવેર Wordsworth ઈન્સ્ટોલ કર્યા છે.લેબ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સારી રીતે વાર્તાલાપ કરી શકે તે રીતે તેમની સ્કિલ વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ સાચા spelling , સાચા ઉચ્ચાર જાણી શકે, જેથી અંગ્રેજી સાંભળવાની અને બોલવાના બંને કૌશલ્યો વિકસાવી શકે તે તેની આગવી વિશિષ્ટતા છે.

Computer Lab

શાળા પાસે 1૦૦ કરતાં વધારે કમ્પ્યુટર ધરાવતી બે ૨ કમ્પ્યુટર લેબ છે,જેમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને તેનાં કમ્પ્યુટર પ્રેક્ટિકલના તાસમાં કમ્પ્યુટરની તાલીમ અપાય છે.જે માટે ટ્રસ્ટે તાલીમબધ્ધ કમ્પ્યુટર શિક્ષકો નીમેલાં છે.શિક્ષકો આ વિદ્યાર્થીઓને તેમનાં તાસમાં કમ્પ્યુટરનું ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરુ પાડે છે. વિદ્યાર્થીઓને પાવર પોઇંટ પ્રેઝન્ટેશન બનાવવા માટે માર્ગદર્શન પૂરુ પાડે છે. ૫૦ વિદ્યાર્થીઓની એક્સાથે On line Exam લઇ શકાય છે.

Science Lab. for secondary students

In int Secondary Section we hv started Science laboratory . INT Laboratory  consists of an all Physics, Chemistry & Biological Equipment.All Std will get observation of each practical by its own way.

First Aid Facility

શાળામાં પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ, સાધનોની કીટ રાખવી આવશ્યક છે.વિદ્યાર્થીઓ કે શિક્ષકોને ઘરેથી આવતા રસ્તામાં અકસ્માતે શારીરિક ઇજા થાય અથવા શારીરિક બિમારીને કારણે અચાનક કોઇ તકલીફ ઉભી થાય , વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં રમત કે કસરત વખતે નાની ઇજા થાઇ તો પ્રાથમિક સારવાર અત્યંત આવશ્યક છે.