School Timings for Std.9 To 12

Mon. to Fri. : 07.10 a.m. to 12:20 p.m.

Sat. : 11.50 a.m. to 3:20 p.m.


 

 

 

 

 

1- સામાન્ય માહિતી

 

શાળાને ગુજરાત સરકારશ્રીના શિક્ષણખાતા તરફથી  માન્યતા મળેલ છે. શિક્ષણાર્થે શરૂ કરવામાં આવેલી આ સંસ્થા કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક સંપ્રદાયોને પોતાની સેવા આપે છે.બાળમંદિર થી ધોરણ 12 સુધી અહીં શિક્ષણ અપાય છે. શાળામાં ગુજરાતી માધ્યમના વર્ગો ચાલે છે. શાળાનો ઉદેશ વિધાર્થીઓને દેશ માટે સારા નાગરિક તૈયાર કરવાનો છે. આ આશય લક્ષમાં રાખીને તેમની પાસે ઉચ્ચ  આદર્શો અને પ્રગતિની અપેક્ષા રાખવામાં આવે છે.

 

2- પ્રવેશ અને શાળા છોડવા અંગેના નિયમો

 

 • સરકારી નિયમ, અભ્યાસ ,આવડત અને વર્તણૂકના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
 • જે તે ધોરણમાં વર્ગ સંખ્યાને ધ્યાનમાં લઈ પ્રવેશ આપવામાં છે.
 • આજ શાળામાંથી ધોરણ ૮ પાસ કરનારને ધોરણ ૯ માટે અને ધોરણ 10 પાસ કરનારને ધોરણ 11 માટે જરૂરી ફી સાથે નવું પ્રવેશપત્ર  ભરવાનું રહેશે તે સિવાય પ્રવેશ રદ ગણાશે.
 • કોઈ પણ પ્રકારના કારણ આપ્યા સિવાય શાળાને પ્રવેશપત્ર અસ્વીકાર કરવાનો હક્ક  રહેશે.
 • પ્રવેશપ્રત્ર સાથે ભરેલી રકમ કોઈ પણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહી.
 • શાળા છોડવા માંગતા વિધાર્થીના વાલીઓ શાળા કાર્યાલયમાં લેખીત અરજી આપવી ત્યાર બાદ એક અઠવાડિયા પછી લીવીંગ સર્ટીફીકેટ (એલ.સી) કાઢી આપવામાં આવશે.
 •  

3- ગણવેશ

 

·         શાળાના દરેક વિભાગના વિધાર્થીઓએ શાળાએ નકકી કરેલ યુનિફોર્મ , બૂટ-મોજાં પહેરવાના રહેશે.·

·         વિધાર્થીએ શાળાના ઉત્સવ પ્રસંગે કે શાળા જૂથ તરીકે બહાર જતી વખતે  યુનિફોર્મમાં આવવાનું રહેશે.·

·         યુનિફોર્મમાં ન આવનાર વિધાર્થીને વર્ગમાં બેસવા દેવામાં આવશે નહી.

 

4 –શિસ્ત / રજા  અંગેના નિયમો.

 

 • વિનય,આજ્ઞાધિનતા, સુવ્યવસ્થા, પોશાકની તેમજ શારિરિક સુઘડતા અને નિયમિતપણું આવશ્યક ગણાશે.
 • શાળા ચાલુ હોય ત્યારે P.T. ના તાસમાં  કે Lab માં જતી વખતે વ્યવસ્થા અને શાંતિ જાળવવી.
 • શાળાના મકાનમાં રમવું,દોડવું  કે બૂમાબૂમ કરવી નહી.
 • શિક્ષકની ગેરહાજરીમાં અન્ય શોક્ષક આવે ત્યાં સુધી વર્ગની વ્યવસ્થા અને શિસ્ત માટે મોનીટરની આજ્ઞાનું દરેકે પાલન કરવાનું રહેશે.
 • તોફાન, મસ્તી, મારામારી, અવાજ, વાતો કરનાર વિધાર્થીનું નામ શાળામાંથી  કમી કરવામાં આવશે./ એલ.સી. આપી દેવામાં આવશે.
 • સફળતા માટે નિયમિત હાજરી મહત્વની હોઈ ખાસ  કારણસર રજા મેળવવા અગાઉથી નમૂના  મૂજબ લેખિત અરજી આપવી.માંદગી અગર અનિવાર્ય સંજોગોવસાત ગેરહાજર રહેતા  વિધાર્થીના વાલીઓ રજા અંગે શાળામાં રૂબરૂ મળી  જવું.
 • અનિવાર્ય  સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર રહેનાર વિધાર્થી શાળાએ હાજર થાય તે દિવસે વાલીશ્રીએ રજાચિઠ્ઠી સાથે આચાર્યશ્રીને મળવું.
 • વિધાર્થી મહિનામાં એકથી વધુ રજા પાડી શકશે નહિ. ચાલુ શાળાએ કોઈપણ  સંજોગોમાં અડધી રજા મળશે નહી.
 • શાળા દ્વ્રારા જયારે લેખીત સૂચના કે ફરિયાદ અંગે જાણ કરવામાં આવે ત્યારે  વિધાર્થીએ ડાયરીમાં વાલીની સહી લાવવાની રહેશે.
 • વિધાર્થીની કોઈપણ પ્રકારની ફી બાકી  નીકળતી હશે ત્યાં  સુધી તેને શાળા ચોડ્યા અંગેનું પ્રમાણપત્ર મળશે નહી.
 • શાળાની માલ-મિલ્કતને જો કોઈ વિધાર્થી નુકશાન કરશે તેની નુકશાનને ભરપાઈ કરવાની જવાબદારી જે તે વિધાર્થી/વાલીની રહેશે.જે અંગે આચાર્યશ્રીનો નિર્ણય આખરી રહેશે.
 • અનિયમિત હાજરી,શિસ્તનો અભાવ,શિક્ષકો તથા આચાર્યશ્રી સાથે ગેરવર્તાવ ભર્યુ વર્તન શાળામાંથી નામ કમી કરવા માટે પૂરતા છે.
 •  

5-પરિક્ષા અંગેના નિયમો

 

પરીક્ષામાં કોઈ પણ કારણસર ગેરહાજર રેહનાર વિધાર્થીની પાછળથી પરિક્ષા લેવામાં આવશે નહી. ૮૦% હાજરી શાળાકીય પરીક્ષા / બોર્ડની પરીક્ષામાં બેસવા માટે જરૂરી છે.

 • ગંભીર કારણ સિવાય પરિક્ષામાં ગેરહાજર રહેનારને નપાસ ગણવામાં આવશે.
 • માંદગીના સંજોગોમાં વિધાર્થી પરીક્ષામાં ઉપસ્થિત ન રહે તો  વાલીશ્રીએ લેખીત અરજી સાથે તેનું ડૉકટરી પ્રમાણપત્ર  શાળામાં ફરજિયાત રજૂ કરવું.
 • શિક્ષણખાતાનાં નિયમાનુસાર વર્ગ બઢતી આપવામાં આવશે.
 • જો વિધાર્થી નપાસ થાય અને આચાર્યશ્રીને એમ લાગે કે વિધાર્થી શાળાના ધોરણને પહોંચી વળવાને અસમર્થ  છે ત્યારે તેને શાળા છોડવા કહી શકશે.
 • એક જ ધોરણમાં સતત બે વર્ષ  સુધી નપાસ થનાર વિધાર્થીએ  શાળા  છોડી દેવી જરૂરી છે.
 • તમામ પરીક્ષાઓના ગુણની વાર્ષિક  પરિણામમાં ગણતરી  કરવામાં  આવે છે. તેથી  વર્ષની તમામ પરીક્ષાઓના ખૂબ અગત્યની છે.
 • જે તે પરીક્ષાની ઉત્તરવહી  જોવા જણાવેલ તારીખે-સમયે  વિધાર્થીએ યુનિફોર્મમાં  વાલી સાથે ઉપસ્થિત રહેવું.
 • ધોરણ 9,10, માં સમગ્ર વર્ષ દરમિયાન સતત સર્વગ્રાહી મૂલ્યાંકન  કરવામાં આવતું હોવાથી વિધાર્થીએ ગેરહાજર રહેવું નહિ.
 •  

6- વાલી મિત્રોએ ધ્યાનમાં રાખાવની બાબતો

 

·         નિયમિતતા અને શિસ્ત જાળવવામાં, વિધાર્થીઓ શાળાના ઉત્સવો પ્રસંગે  ગણવેશમાં નિયમિત હાજર રહે તે પરત્વે  સક્રિય રસ લઈ સાથ- સહકાર આપવા વિનંતી.

·         પોતાના બાળકના અભ્યાસ અંગે  કાળજી લેવી.

·         સરનામાં કે ટેલિફોનનાં નંબરમાં થતા ફેરફારની જાણ વર્ગ શિક્ષકને અવશ્ય  કરવી.

·         કોઈપણ સૂચન કે ફરિયાદ બાબતે આચાર્યશ્રીનો  જ સંપર્ક કરવો.

·         પોતાના  બાળકની  નોંધપોથી (ડાયરી)નો  અઠવાડિયામાં  બે વખત  દરેક વાલીએ  અભ્યાસ કરવો. જરૂર જણાય તો આચાર્યશ્રીને રૂબરૂ મળવું.

·         શિક્ષક /આચાર્યશ્રીની નોંધ  કરેલ હોયતો  તેનો  અમલ કરવો અને સહી કરવી.

·         વાલીશ્રીએ પોતાનું બાળક ગૃહકાર્ય અને વાંચન નિયમિત કરે તેનું ધ્યાન રાખવું ખૂબજ  જરૂરી છે.

·         પ્રથમ,દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા પૂર્ણ  થાયા પછી પદર દિવસ બાદ વિધાર્થીની  જવાબવહી  જોવા માટે  વાલીએ વિધાર્થી સાથે જણાવેલ તારીખે શાળામાં  ફરજિયાત આવવાનું રહેશે.

ફી અંગેના નિયમો

·         ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (કોમર્સ,આર્ટસ,સાયન્સ) વિભાગની  શિક્ષણફી અને કોમ્પ્યુટર ફી વાર્ષિક  ફી સાથે  જ લેવામાં આવશે.

·         ઉચ્ચતર માધ્યમિક નોનગ્રાન્ટેડ  વિભાગની ફી ચાર હપ્તામાં લેવામાં આવશે.

·         શાળા છોડવા માંગતા વિધાર્થીઓના વાલીએ વાર્ષિક પરીક્ષા પૂરી થયા બાદ 31મી મે સુધીમાં લેખીત અરજી આપવી. ત્યારબાદ જૂન માસની ફી ભરવી પડશે.

 

 

School Syllabus
Note : Click To View / Download Your Syllabus

STD : 10

STD : 11

STD : 12

STD : 9

 

 Second/Prilime Exam Time Table જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018

HIGHER SECONDARY SECTION

No Date Day Time - std-11(Comm/Arts) std-11(Comm/Arts) std-11(SCI)     Time - std-12(Comm/Arts/SCI)     std-12(Comm/Arts)   std-12(SCI)
1 25/01/18 THU 8 To 10  GUJ English 8 To11  AC/PSY Chemistry
2 27/01/18 SAT 12:15 To 2:15  ECO/GEO Maths / Bio. 12.15 To 3.15 STAT/PHILO /  રાજ્યશાસ્ત્ર  Physics
3 29/01/18 MON 8 To 10  AC/PSY Chemistry 8 To 11  ECO/GEO English
4 30/01/18 TUE 8 To10  - - 8 To 11  - -
5 31/01/18 WED 8 To 10  STAT/PHILO /  રાજ્યશાસ્ત્ર  Physics 8 To 11  GUJ Maths / Bio.
6 1/02/18 THU 8 To10  - - 8 To 11  - -
7 02/02/18 FRI 8 To 10  OC/SANS / હિન્દી  Sanskrit 8 To 11  ENG -
8 03/02/18 SAT 12:15 To 2:15  COMP/DRW/ ઇતિહાસ -2 Hr  Comp            12.15 To 3.15 COMP/DRW     Comp./ Sank(3 hr)
9 05/02/18 MON 8 To 10  ENG   8 To 11   OC/SANS / હિન્દી  -

 

Second/Prilime Exam Time Table જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018

SECONDARY SECTION

 

No Date Day     Time - std- 9    Subject-  std- 9      Time - std-10      Subject-  std- 10
1 25/01/18 THU 8 To 9  ગણિત  8 To 11  સાયન્સ એંડ ટેકનો.
2 27/01/18 SAT 12:15 To 1:15  અંગ્રેજી 12.15 To 3.15 સામાજિક વિજ્ઞાન
3 29/01/18 MON 8 To 9  સંસ્કૃત 8 To 11  ગુજરાતી
4 30/01/18 TUE 8 To 9  હિન્દી 8 To 11  -
5 31/01/18 WED 8 To 9  ચિત્રકામ 8 To 11  હિન્દી/સંસ્કૃત
6 1/02/18 THU 8 To 9  કમ્પ્યુટર  8 To 11  -
7 02/02/18 FRI 8 To 9  સાયન્સ એંડ ટેકનો. 8 To 11  ગણિત
8 03/02/18 SAT 12:15 To 1:15  ગુજરાતી 12.15 To 3.15 -
9 05/02/18 MON 8 To 9  સામાજિક વિજ્ઞાન 8 To 11  અંગ્રેજી
10 06/02/18 TUE 8 To 9  પી.ટી 8 To 9 પી.ટી/કોમ્પ્યુટર/ચિત્રકામ