પ્રવેશોત્સવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત અને જિલ્લાશિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરત ના સંયુકત ઉપક્રમે  આયોજીત ધો-1 અને ધો-9 ના પ્રવેશોત્સવ કાર્યક્રમનું સ્થળ શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા હાઈસ્કુલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ - ધૂમકેતુ પ્રાથમિક શાળા(શાળા ક્રમાંક :218 ) અને - ર્ડો..સર્વપ્લ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા (શાળા ક્રમાંક : 84 ) નાં આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને 150 વિધાર્થીઓ,વાલીઓ તેમજ ટેકરાવાળા શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને 290 વિધાર્થીઓ ,વાલીઓ, તેમ જ બી.ડી.દેસાઈ બાળમંદિર,પી.બી.દેસાઈ પ્રાથમિક શાળા અને એચ.એમ.બી. સરદાર હાઈસ્કુલના આચાર્યશ્રી,શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

           આ કાર્યક્રમ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ( શાળા ક્રમાંક 84  અને શાળા ક્ર્માંક 218) ના વિધાર્થીઓ દ્વ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને ટેકરાવાળા શાળાની વિધાર્થીનીઓ ધ્રુવી દેસાઈ અને  પ્રેક્ષા પટેલે બેટી બચાવો વિષય પર પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. તેમજ શાળાની વિધાર્થીનીઓ બંસરી પટેલ અને જીનલ પટેલ દ્વારા ગુજરાત  રાજ્ય અને ગુજરાતી ભાષાની અસ્મિતાને ઉજાગર કરતું  સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

           ટેકરાવાળા શાળાના ધો-9ના 290 વિદ્યાર્થીઓને આચાર્યશ્રી જ્યોતિરભાઇ પંડ્યા અને ટ્રસ્ટીશ્રી જગદીશભાઇ ટેકરાવાળાના હસ્તે પ્રવેશોત્સવ નિમિત્તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વ્યસન મુક્તિ કાર્યક્રમ

પરિવર્તન વ્યસનમુક્તિ અને પુન:સ્થાપન કેન્દ્ર, ચોક બજાર સુરત આયોજીત માધ્યમિક અને ઉ.મા. વિભાગનાં શાળાનાં 250 વિદ્યાર્થીઓની હાજરીમાં શાળાનાં પ્રાર્થનાખંડમાં “વ્યસનમુક્તિ” સમજ આપવામાં આવી. વિડિયો-ઓડિયો પ્રેઝંટેશન અને જરૂરી પેમ્પલેટ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટર મનિષાબેન , પ્રોગ્રામ ઓફિસર વિનયભાઇએ સુંદર સમજ અને પ્રશ્ર્નોત્તરી રાઉન્ડમાં વિદ્યાર્થીઓનાં પ્રશ્નોના ઉત્તરો આપ્યાં. પ્રોગ્રામ કાઉન્સેલર સુનિતાબેન તથા ફાલ્ગુનીબેન દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે રહીને પ્રશ્નોના ઉકેલ આપવામાં આવ્યા. પરિવર્તન સંસ્થા 12 વર્ષથી સામાજીક ઉત્થાનનાં પ્રયત્નો કરે છે.

Student Exchange Program

રાંદેર રોડની ભૂલકાભવન, સંસ્કારભારતી, ભૂલકાવિહાર અને ટેકરાવાળા શાળાના ધો-8,9 અને 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક ધોરણના 8 થી 10 વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ગયા હતા જે તે શાળાની શૈક્ષણિક તથા સહઅભ્યાસ પ્રવૃતિઓમાં રસપૂર્વક ભાગ લીધો હતો.

Parent metting

અમારી શાળાના ધો-9 થી 12 ના તમામ વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગ આ સત્રમાં કરવામાં આવી હતી. જેમાં ધો-9 -10 ના વાલીઓને સેમીસ્ટર સિસ્ટમ અંતર્ગત FA, SA તથા આંતરિક મુલ્યાંકન ના નિયમોની વિગતવાર માહિતી વિષય શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.

             ધો-11-12 સાયન્સના વાલીઓને સેમીસ્ટર સિસ્ટમ અને અભ્યાસમાં વાલીઓ વિદ્યાર્થીને કઇ રીતે મદદરૂપ થઇ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

              ધો-11-12 સામાન્યપ્રવાહ ના વાલીઓનેઅભ્યાસમાં વાલીઓ વિદ્યાર્થીને કઇ રીતે મદદરૂપ થઇ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.