Students Achievements

Achievements in School Competitions

Achievements in Inter-School Competitions

એલ.પી.સવાણી અંડર -17 ઈન્ટર સ્કુલ ટુર્નામેન્ટ 2014-15

આઈ.એન.ટેકરાવાળાનો ફાઈનલમાં એલ.એચ.બોઘરા સામે ભવ્ય વિજય.

મેચ

V/s શાળા

સ્થળ

વિજય

મેન ઓફ ધી મેચ

ધોરણ

1st

પી.પી.સવાણી

જાહગીર પુરા

આઈ.એન.ટેકરાવાળા

પટેલ વિસ્મય

11

2nd

કે.વી.માંગુકિયા

જોથાણ

આઈ.એન.ટેકરાવાળા

પટેલ અભિ

10

3rd

રીવરડેલ એકેડમી

અડાજણ

આઈ.એન.ટેકરાવાળા

પટેલ અચલ

11

4th

પી.પી.સવાણી

અબ્રામાં

આઈ.એન.ટેકરાવાળા

પટેલ વિસ્મય 

11

5th

એલ.એચ .બોઘરા

અડાજણ

આઈ.એન.ટેકરાવાળા

પટેલ ઉર્ત્કષ 

11

અંતે મેન ઓફ ધી સીરીઝ પટેલ અચલ ધો:11

Teachers Achievements

Achievements in School Competitions

Achievements in Inter-School Competitions

State Award

  શ્રી હિનાબેન નિલેશભાઈ નાયક.

                મદદનીશ શિક્ષિકા,

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા. શાળા,સુરત.

 

શ્રી હિનાબેન નિલેશભાઈ નાયક બી.એસસી (પ્રથમ) એમ.એસસી. (પ્રથમવર્ગ) બી.એડ.(પ્રથમ) એમ.ફિલ શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉચ્ચતર માધ્યમિક શાળા રાંદેર રોડ સુરતમાં તા. ૯/૧૦/૧૯૮૬ થી મદદનીશ શિક્ષિકા તરીકે કાયમી જગ્યા પર સેવા બજાવે છે.તેઓ રસાયણ વિજ્ઞાન વિષય પર સારું પ્રભુત્વ ધરાવે છે.તેઓ ઉત્સાહી, ખંતીલા, નિષ્ઠાવાન અને પ્રામાણિક શિક્ષિકા છે. શિક્ષણની વિવિધ  પધ્ધતિઓ અને મલ્ટિમીડિયા,ટેબ્લેટનો શિક્ષણમાં કુશળતા પૂર્વક ઉપયોગ કરે છે.

        તેઓએ અકાર્બનિક રસાયશાસ્ત્રમાં એમ.ફિલ કર્યુ છે. જેનો વિષય Structure & Stabilities of tradition B Riketones  હતો. આ ઉપરાંત સને ૧૯૯૧ માં એક રિસર્ચ પેપર પણ તૈયાર કરેલ છે. ગ્રામ્ય વિસ્તારના  બાળકોના વિષયમાં રસ ,રુચિ વધારવા માટે ત્યાંની શાળામાં જઈ રસાયણશાસ્ત્ર વિષયનું શૈક્ષણિક  તેમજ પરિણામલક્ષી માર્ગદર્શન  આપેલ છે.  વિજ્ઞાન મેળામાં ભાગ લેતા  વિદ્યાર્થીઓને સુદૅઢ  માર્ગદર્શન આપી સંકુલ  અને જીલ્લા કક્ષા સુધી પહોંચ્યા છે. તેમણે સને  2005 માં ધો-12 રસાયણશાસ્ત્રના  પાઠયપુસ્તકનું શુધ્ધિપત્રક  તૈયાર કર્યું. આ ઉપરાંત  પાઠયપુસ્તકના પરામર્શક  તરીકે કામગીરી  બજાવી છે. આ ઉપરાંત અનેક  સંસ્થાઓની  પરીક્ષાની  પ્રશ્ર્નબેંક ,સંશોધન, કાર્યશિબિરમાં ભાગ લીધેલો છે. તેઓ નિષ્ઠાવાન , સૌજન્યપૂર્ણ  તથા  વિનયપૂર્વક વ્યવહાર ધરાવે છે. પોતાની સમગ્ર  જવાબદારી વફાદારીપૂર્વક  નિભાવવામાં કયાંય પાછી પાની કરી નથી.

        તેમણે શૈક્ષણિક ઉપરાંત સામાજિક ક્ષેત્રે  પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

આમ, શૈક્ષણિક ,સામાજિક ક્ષેત્રે  તેમણે કરેલ વિવિધ પ્રવૃતિઓને ધ્યાને  લઈ રાજ્ય  સરકારે  સને ૨૦૧૫ ના રાજ્ય  પારિતોષિક માટે તેમની પસંદગી થતાં  ખૂબ-ખૂબ  અભિનંદન.